દાહોદ,
ગરબાડા નગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જયુસની 10 દુકાનો તેમજ ફરસાણની આઠ દુકાનો ઉપરથી સેમ્પલ લીધા હતા. અને તે સેમ્પલને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે અને દુકાનદારો તગડો નફો રળી લેવા માટે ભેળસેળ યુકત પદાર્થો ભેળવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. જેને લઈને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગરબાડા નગરમાં જુદી જુદી ફરસાણની તેમજ જયુસની હાટડીઓ ઉપર સર્વે કરીને સેમ્પલ લીધા હતા. જયુસ તેમજ ખાઘ પદાર્થોના તેમજ તેલના નમુના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ગરબાડા નગરમાં ફ્રુડ વિભાગના દરોડા પડતા ભેળસેળયુવકત પદાર્થો વેચતા વેપારીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.