દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગામે પત્નિ તરીકે રાખવા સારૂ એક 15 વર્ષિય સગીરાને એક યુવક અપહરણ કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે.
ગત તા.03 એપ્રિલના રોજ ગરબાડાના વજેલાવ ગામે માળ ફળિયામાં રહેતો પ્રવિણભાઈ મનુભાઈ ડામોરે ગરબાડા તાલુકામાં રહેતી એક 15 વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.