ગરબાડાના ટુંકી અનોપ ગામના યુવકે 17 વર્ષીય સગીરાનુંં અપહરણ કરી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતાં ફરિયાદ

દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ટુંકી અનોપ ગામે ક યુવકે પોતાના મિત્રની મદદથી એક 17 વર્ષિય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી મોરબી મુકામે લઈ ગઈ જ્યાં સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

સંતોષ મહેશભાઈ જાના (રહે. મોરબી, મુળ રહે. મધ્યપ્રદેશ) નાઓએ પોતાના એક મિત્રની મદદથી ગરબાડા તાલુકામાં રહેતી એક 17 વર્ષિય સગીરાનું અપહરણ કરી મોરબી મુકામે ગત તા.27.03.2024ના રોજ સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ ગયો હતો. જ્યાં તારીખ 28.03.2024ના રોજ મોરબી મુકામની એક કંપનીના ક્વાટર્સમાં સગીરાને રાખી સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા પરત પોતાના પરિવારજનો પાસે આવી પહોંચતાં પોતાની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વાત પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના વાલી વારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.