ગરબાડાના સાહડા ગામે કાયલા વર્ગ પ્રા.શાળામાં 74મો વન મહોત્સવ ઉજવાયો

ગરબાડા, ગરબાડા તાલુકાના સાહડા ગામે કાચલા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા મુકામે 74 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સાહડા ગામના સરપંચ શકુન્તલાબેન મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જે કાયકર્મમાં વૃક્ષનું મહત્વ તથા પયોવરણ વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ વૃક્ષારોપણ કરવા માટે લોકોને પ્રોત્સાહક યોજનાની જાણકારી પણ આપવામાં આવી હતી તેમજ વન તથા વન્ય પ્રાણીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.