દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસે પાટીયા ગામે બારી ફળિયામાં એક બંધ મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. 34 હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડી બુટલેગર અટક કર્યાનું જાણવા મળ્યું છે.
ગરબાડા ગામના પાટીયા ગામના સીમાડા ફળિયામાં રહેતા નવાભાઈ મલાભાઈ ભુરીયાએ તેના ગામના વરીયાભાઈ વાલાભાઈ ભુરીયા પાસેથી દારૂનો જથ્થો મંગાવી તેના કુટુંબીના બંધ મકાનમાં મૂકી રાખેલ હોવાની બાતમી ગરબાડા પોલીસને મળી હતી જે બાતમીના આધારે ગરબાડા પોલીસે બાતમીવાળી જગ્યાએ આવેલ બંધ મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂા. 34,200ની કુલ કિંમતની વિદેશી દારૂ-બીયરની કુલ બોટલ નંગ-234 પકડી પાડી કબજે લઈ પાટીયા ગામના સીમાડા ફળિયાનાં 50 વર્ષીય નવાભાઈ મલાભાઈ ભુરીયાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.