દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડામાં પ્રાણીના પ્રશ્નો મુદ્દે હોબાળાબાદ ગ્રામ પંચાયત એક્શનમાં પાઇપલાઇન ના મેન્ટેનન્સ બાદ નગરજનોને નિયમિત પાણી મળશે સરપંચ.
અસામાજીક તત્વો દ્વારા અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં આવતું હતું.
મળતી વિગતો અનુસાર ગઈકાલે થયેલા જે પાણીના પ્રશ્નના હોબાળા બાબતે ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ રાઠોડ એ પ્રતિક્રિયા આપી હતી અને તેમને જણાવ્યું હતું કે જે ગરબાડાને આપવામાં આવતી પાણીની પાઇપલાઇનમાં અસામાજીક તત્વો દ્વારા અવારનવાર ભંગાણ કરવામાં આવે છે જેના કારણે ગરબાડા નગરવાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાતું નથી જેનું આજે સમારકામ કરવામાં આવ્યું છે જે સમારકામ પત્યા પછી ગરબાડા નગર વાસીઓને ફરીથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે અને હવે પછી અસામાજીક તત્વો દ્વારા આ મોણકો પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં આવશે તો તેઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.