દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ખાતે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર વાહન ચાલકોની ફૂલ ઝડપ અને બેદરકારીનાં લીધે અવારનવાર અકસ્માતો સર્જવાની ઘટનાઓ બનતી હોય છે જેમાં ગત રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો મળતી વિગતો અનુસાર ગરબાડાના પાંચવાડા નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઈક પર સવાર બે ઇસમો પૈકી એક ઈસમનું મોત નીપજ્યું અકસ્માતની વાત કરીયેતો ગરબાડાના પાંચવાડા ગામ ખાતે વાસિયા ડુંગળીના 20 વર્ષે જીગરભાઈ ભુરીયા અને 36 વર્ષીય હિતેશભાઈ બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર બંને વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા અકસ્માત કરીને અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને લોકોને 108ની મદદ થી સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વાસિયા ડુંગરી ગામના 36 વર્ષીય હિતેશભાઈનું મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.