ગરબાડાના પાંચવાડા ગામે આંબા ઉપર વીજળી પડતાં મહિલા ઈજાગ્રસ્ત થઈ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે આંબા પર વીજળી પડતાં વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થતા મહિલાને સારવાર માટે ગરબાડાના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જોકે હાલ મહિલાને હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ગરબાડા તાલુકા સહિત પંથકમાં આજે ગાજવીજ સાથે વરસાદે મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે ત્યારે વરસાદની સાથે આકસ્મીક આફતો પણ આવતી હોય છે.આજે સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન ધોધમાર વરસાદ સાથે ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે કેનાલ ફળિયામાં આંબા પર વીજળી પડી હતી. તે વેળાએ આંબાની નજીક ઊભી રહેલ વૃદ્ધાને પણ શરીરે નાની મોટી રહેલ વૃદ્ધાને પણ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેને પગલે વૃદ્ધ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે 108 ની મદદથી ગરબાડા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.