ગરબાડા, ગરબાડા-દાહોદ નેશનલ હાઈવેનુ નવીનીકરણ કરવાનુ કામ ચાલી રહ્યુ છે ત્યારે ગરબાડાના નવાતરિયા પાસે પેટ્રોલનુ ટેન્કર ફસાઈ ગયુ હતુ.
ગરબાડાના નવાતરિયા ફળિયા પાસે હાલ ગરબાડા-દાહોદ નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે. તા.16મી એ એક ખાલી પેટ્રોલનુ ટેન્કર રોડ પાસે ચાલકે સાઈડમાં ઉભુ રાખ્યુ હતુ. ત્યારબાદ વરસેલા વરસાદના કારણે આ ટેન્કર રોડની સાઈડમાં ઉતરી ગયુ હતુ. જેના કારણે ટેન્કર કાદવમાં ફસાઈ ગયુ હતુ.જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યુ હતુ. જયારે તાલુકાના ભાબરા રોડ પાસે ધારાસભ્યની ઓફિસ આગળ પણ ભુવો પડેલ જોવા મળ્યો હતો. જેને તાકિદે પુરી દેવાની ગ્રામજનોએ માંગ કરી છે.