ગરબાડાના નવાગામ જવાના રોડ સાઈડમાં સંજીવની યોજના દુધના પાઉચ ફેંંકેલ મળી આવ્યા

દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડામાં તાલુકામાં ICDS શાખાની ગંભીર બેદરકારી હોવાનુ સામે આવ્યુ છે. દાહોદ જીલ્લા કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજનાના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે. એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના (Gujarat Government scheme) હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જોકે, એ પછી આ યોજનાનો લાભ બાળકો સુધી પહોંચે છે કે કેમ તે એક સવાલ છે. દાહોદ (Dahod) જીલ્લાની આંગણવાડીમાં (Anganv) લોલમ પોલ ચાલતી હોવાનું સામે આવ્યુ છે. દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના નવાગામ જવાના રસ્તા ઉપર આંગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ (Milk) કચરામાં ફેંકેલું જોવા મળ્યું છે. ત્યારે બાળકોને દૂધ નહીં આપીને દૂધને રસ્તા ફેંકી દેવાતા ગરબાડા આઇ.સી.ડી.એસ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે અને બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીને લીધે દૂધ ગરીબ બાળકના પેટમાં જવાને બદલે રસ્તા ઉપર કચરામાં દૂધ તેમજ ખાધપદાર્થોના આવા બગાડને લીધે ICDS વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ દૂધ કોને ફેંક્યું કેમ ફેક્યું અને કઈ આંગણવાડીના બાળકોને આ દૂધથી વંચિત કર્યા તે એક મોટો સવાલ છે ..હવે જોવાનું રહી કે તંત્ર આ બાબતે શુભ પગલાં લે છે.