ગરબાડા, તારીખ 25 એપ્રિલના દિવસે ગરબાડા નવાગામ ખાતે વિશ્વ મલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી . જીલ્લા મલેરીયા અધિકારી ડો અતીત ડામોર તેમજ ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. અશોક ડાભીના માર્ગદર્શન હેઠળ ગરબાડા નવાગામ અને જેસાવાડા ખાતે વિશ્ર્વ મલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ઘરે ઘરે ફરી લોકોને મલેરીયા રોગ વિશે સમજ આપેલ તેમજ મલેરીયા થી બચાવ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સમજ આપેલ. સાથે લોકોને બિનજરૂરી સામાન ભંગાર કે જેમાં વરસાદી પાણી ભરાય તેવા પાત્રો ઘર માં રાખવા અથવા તેનો નિકાલ કરવા સલાહ આપેલ અને તે સમગ્ર વિસ્તાર માં મલેરિયા વિશે સઘન IEC કરેલ. નાના બાળકો અને સગર્ભા માતાએ મચ્છરદાની બાધીને સુવાની સલાહ આપેલ સાથે જે લોકોને સાદો તાવ કે ઠંડી સાથે તાવ આવે તો નજીકના આરોગ્ય કર્મચારી અથવા નજીકના સરકારી દવાખાને જઈ લોહીની તપાસ કરાવવી તેવી સમજ આપેલ.આ વિશ્વ મલેરીયા દિવસની ઉજવણીમાં તાલુકા મલેરીયા સુપરવાઈઝર ગોવિંદ સોની, ગરબાડા નવાગામ MPHW તેજસ ધરમાની, નવાગામ FHW સરોજ ભગોરા ગરબાડા, 1 MPHW રવિરાજ ગોહિલ હાજર રહ્યા હતા.