ગરબાડાના નવાફલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના સાચવેતીનાં ભાગરૂપે મોકડિર્લ યોજાઈ

ગરબાડા,વધતા જતા કોરોનાના કેસોને લઇને ગરબાડા તાલુકાના નવા ફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર આર.કે મહેતાની ઉપસ્થિતિમાં મોકડિર્લ યોજાઈ. જેમાં જે કેન્દ્ર સરકારના નિર્દેશ આધારિત તારીખ 10 અને 11 એપ્રિલે આખા ભારતમાં કોરોના અને સારવારની કેટલી પૂર્વ તૈયારીઓ છે. તેને લઈને ઉપલબ્ધ દવાઓ અંગે તેમ જ ઓક્સિજન ઇન્સયુમેન્ટ અને ડોક્ટરની માહિતી ઓનલાઇન કરવામાં આવી હતી.