ગરબાડા,
આગામી વિધાનસભાની ચૂંટણીને હવે ને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે બીજા ચરણનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. ત્યારે તારીખ 29 નવેમ્બરના રોજ 133 વિધાનસભા સીટ ઉપર ગૃહ મંત્રી અમિત શાહ વિજય સંકલ્પ સંમેલન સભા ની જાતે પ્રચંડ પ્રચાર કરવા માટે આવી રહ્યા છે. ત્યારે ગૃહ મંત્રી અમિત શાહની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે અને સભા સ્થળ ઉપર 280 થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.