દાહોદ,
ગરબાડા નવા ફળિયાના ત્રણ જણાએ તેમના ફળીયાના એક ઈસમના ખેતરમાં બોર પર મૂકેલ મોટરના રૂા. 3000ની કુલ કિંમતના આશરે 100 ફુટ જેટલા વાયરો ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા નવા ફળિયામાં રહેતા વિજયભાઈ નારસીંગભાઈ બારીયા, ભલાભાઈ રમણભાઈ બારીયા તથા કાળીયાભાઈ દીતાભાઈ બારીયા એમ ત્રણે જણા ગત તા. 20-10-2022ના રોજ બપોરના બાર વાગ્યાના સુમારે તેમના ફળિયામાં રહેતા નારૂભાઈ કાળુભાઈ મોહણીયાના ખેતરમાં બોર ઉપર મૂકેલ મોટરના અંદાજે રૂા. 3000ની કિંમતના આશરે 100 ફુટ લાંબા વાયરો કાપી ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે ગરબાડા નવા ફળિયામાં રહેતા નારૂભાઈ કાળુભાઈ મોહણીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ગરબાડા પોલીસે ગરબાડા નવા ફળિયામાં રહેતા વિજયભાઈ નારસીંગભાઈ બારીયા, ભલાભાઈ રમ ણભાઈ બારીય ા તથા કાળીયાભાઈ દીતાભાઈ બારીયા વિરૂધ્ધ ઈપિકો કલમ 379, 114 મુજબ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.