દાહોદ, દાવાના રૂપિયા ન આપવાના મામલે ગરબાડાના નઢેલાવ ગામે થયેલ ઝઘડામાં લાકડીઓ ઉછળતા એક મહિલા સહિત ચાર જણાને ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડાના ભે ગામના કાચલા ફળિયામાં રહેતા ભુરીયાભાઈ વિજય હિમ્મતભાઈ મગનભાઈ અર્જુન હિમતભાઈ તથા ચંદુભાઈ મગનભાઈ નઢેલાવ ગામે બારાના કુવા ફળઇયામાં રહેતા બાબુભાઈ સમસુભાઈ ભાભોરના ઘરે જઇ અમારા દાવાના રૂા. કેમ આપતા નથી તેમ કહી ગાળો બોલી બાબુભાઈ સમસુભાઈ ભાભોર વસનીબેન લાલાભાઈ તથા ભુરકાભાઈ ને લાકડીઓનો મારમારી તથા ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોચાડી હતી. આ સંબંધે નઢેલાવ ગામે બારના કુવા ફળીયામાં રહેતા ઇજાગ્રસ્ત બાબુભાઈ સમસુભાઈ ભાભોર નોંધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલીસે ઇપીકોક 323,324, 504,506(2),114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.