
ગરબાડા,
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે તા. 28/3/2023 ના રોજ આકસ્મિક આગનાકારણે મનેશભાઈ હિમલાભાઈ ભાભોર, કાળાભાઈ હિમલાભાઈ ભાભોર, કનેશભાઈ હિમલાભાઇ ભાભોર તથા હીમલાભાઈ રૂપલાભાઈ ભાભોરનાં ઘરોને નુકશાની થવા પામેલ તેમજ ઘરવખરીની નુકશાની થયેલ જેના પંચ કેસના આધારે સરકારના ધારાધોરણો અનુસાર મળવાપાત્ર સહાય મંજુર કરી ગણતરીના કલાકોમાં જ તારીખ 29 ના તાલુકા પંચાયત કચેરી ખાતે અસરગ્રસ્તોને કુલ રૂ. 1,20,000ની સહાયનાં ચેક ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તથા તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.