ગરબાડા તાલુકાના નળવાઈ ગામે ગેરકાયદેસર સફેદ પથ્થરોની ચોરી દરમિયાન અનેકવાર ખાણ ખનીજ વિભાગમાં રજૂઆતો છતાં પરિણામ શૂન્ય. રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આવે છે અને તે જગ્યાની રોયલ્ટી હોવાનું પણ જણાવે છે. તાલુકાના 15 થી 17 ગામો માં ગેર કાયદેસર ખોદ કામ જ્યારે સફેદ પત્થર કાઢવાની ડમ્પ પરમિટ માત્ર ચાર જગ્યાની ગરબાડા તાલુકાના 15 થી 17 ગામોમાં જાહેરમાં ખોદકામ કરી સફેદ પથ્થરની ચોરી કરાઈ રહી છે. જ્યારે ખનીજ વિભાગ દ્વારા માત્ર ચાર જગ્યાની જ ડમ્પ પરમિટ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તાલુકાના નળવાઈ ગામમાં સફેદ પથ્થરના ખોદકામની કામગીરી દરમિયાન 50 થી 60 જેટલી ટ્રકો પથ્થરની અહીંયા થી ભરવામાં આવી હતી. જે દરમિયાન સ્થાનિક દ્વારા અનેકવાર ખનીજ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. ખનીજ વિભાગની ટીમ દર વખતે આવે છે તો ખરી પરંતુ પરમિશન વિના પત્થર લઈ જનાર સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ ત્યાં થી પત્થરો ભરીને જતી ટ્રકોમાં રોયલ્ટી હોવાનું પણ તેઓ દ્વારા જણાવવામાં આવે છે.
ગરબાડા તાલુકાના નળવાઈ ગામ માં વિના રોકટોક સફેદ પથ્થરોની ચોરી થવા બાબતે તેના સ્થાનિક દ્વારા એક બે વાર નહીં પરંતુ અનેકવાર ખનીજ વિભાગમાં જાણ કરવામાં આવી હતી. પહેલીવારના ખાણ ખનીજ વિભાગના અધિકારીને ફોન કરતા દાહોદ ઓફિસ માંથી આનંદ પરમાર નળવઈ આવે છે અને જણાવે છે કે કશું પણ કામ હોય તો ડાયરેક્ટને ફોન કરવાનો નહીં હું અડધી રાતે આવીશ મને ફોન કરવાનો જ્યારે બીજી વખત રાત્રિના 9 -10:00 વાગ્યાના અરસામાં જેસીબી ખોદકામ કરી રહ્યું હતું. તે દરમિયાન ફરીવાર સ્થાનિક દ્વારા ખનીજ વિભાગના આનંદ પરમારને ફોન કરતાં તપાસ કરાવું છું તેમ જણાવ્યું હતું તો બીજી તરફ તૈયારીમાં જ જેસીબી ત્યાંથી જતું રહ્યું હતું.
ત્રીજીવાર ફરી જયારે ટ્રક પત્થર ભરવા માટે આવી ત્યારની રજૂઆત વખતે સરપંચ અને માલિક અને અરજદારને સાથે રાખીને પંચ કેસ કરવામાં આવે છે. જ્યારે ચોથીવારની રજૂઆતમાં બે ગાડીઓ ભરાઈને ગઈ હોવાનું જણાવતા જવાબમાં બંને ગાડીઓમાં રોયલ્ટી પાસ હોવાનું જણાવવામાં આવે છે, પરંતુ ચોરી કરનાર ઇસમ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તાલુકાના કયા કયા ગામમાં ખનીજ વિભાગ દ્વારા સફેદ પથ્થર કાઢવા માટેની ડમ્પ પરમિટ આપવામાં આવી છે, તે બાબતને લઈને જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી. જવાબમાં માત્ર ચાર જગ્યાએ જ ડમ્પ પરમિટ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સીમળીયાબુઝર્ગ ગામમાં બે જગ્યાએ તેમજ દાદુર અને પાટિયા ડમ્પરમીટ આપવામાં આવી છે. જેમાં નળવાઈ ગામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો તો પછી રોયલ્ટી પાસ ક્યાંથી નીકળ્યા ? નળવાઈ ગામમાં રોડની પાસે જ બ્લાસ્ટીંગ કરવામાં આવ્યું ત્યારે પણ ફોટા વિડિયો ખનીજ વિભાગના અધિકારીને મોકલવામાં આવ્યા હતા. તેમ છતાં સફેદ પથ્થર કાઢનાર ઈસમ વિરૂદ્ધ ખનીજ વિભાગ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? જે બાબત તપાસનો વિષય બન્યો છે.
બોક્સ એક તરફ ડમ્પ પરમીટની માહિતી માટે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ કરવામાં આવે છે, પરંતુ તેને યોગ્ય જવાબ ન મળતા તે પ્રથમ અપીલ કલેકટરને કરે છે. જેની સુનાવણી 9 જુલાઈના હોય જ્યાં બીજી તરફ તે જ દિવસે પથ્થર કાઢનાર ઈસમ દ્વારા ખેડૂત ને લઈ જઈને ગરબાડા મામલતદાર માંથી રૂા.300નો સ્ટેમ્પ લઇ અને નળવાઈ ગામમાં પરમિશન માટેની તજવીજ હાથ ધરવામાં આવતી હોય છે. પથ્થર કાઢવાની કામગીરી પૂર્ણ થયા બાદ પરમિશન ની કામગીરી હાથ ધરવામાં આવે છે.
ગરબાડા તાલુકામાં થતી સફેદ પથ્થરોની ચોરી બાબતને લઈને જાગૃત નાગરિક દ્વારા તારીખ 6 જુન 2024 ના દાહોદ કલેકટર થી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ ખનીજ ચોરી કરનાર તત્વો સામે અત્યાર સુધી માં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યાંથી સફેદ પથ્થરો કાઢવામાં આવ્યા છે તેવા ગામો સીમળીયા બુઝર્ગ ગરબાડા ગાંગરડી નવાગામ ગુંગરર્ડી પાંચવાડા બોરીયાલા નળવાય ચંદલા ભામાતળાઇ ભુતરડી ભરસડા ભે પાટીયા દાદુર નાંદવા ટૂંકી અને ભીલવા ગામનો સમાવેશ થાય છે.
નાળવાઈ ગામમાં ખનીજ વિભાગ દ્વારા સુ કાર્યવાહિ કરવામાં આવી. જે બાબતે તારીખ 18ના ખાણ ખનીજ વિભાગના આનંદ પરમારને ફોન કરતા તેઓ ફોન ઉપડતા નથી અને રીર્ટન જવાબ પણ નથી આપતા.