દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામે પતિ અન સાસુ-સસરા દ્વારા શારીરીક અને માનસીક ત્રાસ આપી આત્મહત્યા કરી લેવા મજબુર કરાતા 21 વર્ષીય પરણીતાએ પોતાની સાસરીમાં સરા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું જાણવા મળ્યું છે.
ગરબાડાના અભલોડ ગામના ધોળા દાંતા ફળિયામાં રહેતા 43 વર્ષીય મલસીંગભાઈ માનસીંગભાઈ ભુરીયાની દીકરી 21 વર્ષીય સુનીતાબેનના લગ્ન ગરબાડાના માતવા ગામના મુકેશભાઈ મનુભાઈ મોહનીયા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. સુનીતાબેનને સાસરીમાં તેના પતિ મુકેશભાઈ મોહનીયા, સાસુ જેતાબેન મનુભાઈ મોહનીયા તથા સસરા મનુભાઈ લાલચંદભાઈ મોહનીયા એમ ત્રણે જણાએ શારીરીક અને માનસીક ત્રાસ આપી સુનીતાબેનને મરવા માટે મજબુર કરી સુનીતાબેને પોતાની સાસરીમાં જ લાકડાના સરા સાથે દોરડું બાંધી દોરડા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ સંબંધે મરણ જનાર સુનીતાબેનના પિતા અભલોડ ગામના મનસીંગભાઈ માનસીંગભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ગરબાડા પોલીસે મરણ જનાર સુનીતાબેનના પતિ મુકેશભાઈ મનુભાઈ મોહનીયા, સાસુ જેમાબેન મનુભાઈ મોહનીયા તથા સસરા મનુભાઈ લાલચંદાઈ મોહનીયા વિરૂધ્ધ ઈપિકો કલમ 306, 498(ક), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.