ગરબાડા,
ગરબાડા રામનાથ મહાદેવ મંદિર પરિસર પાસેથી કચરા ડેપો હટાવવા માટે સ્થાનિક કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ પણ વારંવાર રજૂઆત કરવા છતાં આ બાબતે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નહીં હોવાનું જોવા મળી રહ્યું છે. મંદિર પરિષદની પાસે જ કચરો ડેપો હોવાના કારણે ધાર્મિક લાગણી દુભાતી હોય છે. તો બીજી તરફ જ્યારે પણ આ કચરો બાળવામાં આવે છે. ત્યારે સમગ્ર પંથકમાં કચરાની દુર્ગંધ મારતો ધુમાડો પ્રસરી જતો હોય છે. વહેલી તકે આ કચરા ડેપો ખસેડવામાં આવે તે જરૂરી બાબત બની છે.