ગરબાડા તાલુકાના ખારવા મા પિકકપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ ગાડી પલટી

ગરબાડા, પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ અલીરાજપુર હાઇવે પર ગરબાડાનાં ખારવા નજીક પિકઅપ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ રોડની સાઈડમાં પલટી મારીગઈ હતી. જે અકસ્માતમાં પીકઅપમાં રહેલ એક વ્યક્તિને પગના ભાગે ફેક્ચર થયું હોવાનુ પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી.