ગરબાડા,
ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચી જેલભેગો કર્યોં.
મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઈ-એમ.એમ.રામી તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન પી.એસ.આઈ.- એમ.એમ.રામીને મળેલી બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય બોપલ પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નંબર 60/2019 ઈપીકો કલમ 457/380 મુજબના ગુના નાસતો ફરતો આરોપી નગરાભાઈ કલિયાભાઈ કટારા ગામ વડવા કટારા ફળિયા ખાતે તેના ઘરે આવેલ બાતમીના આધારે જેસાવાડા પોલીસના સર્વેલન્સ સ્કોડે આરોપીને તેના ઘરેથી દબોચી પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, જેસાવાડા પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.