દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના બજારમાં સોનીની દુકાને આવેલા ત્રણે બાપ-દિકરાઓએ ગીરવે મુકેલા દાગીના કેમ આપતાં નથી, તેમ કહી સોનીને ગડદાપાટુનો મારમારી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ તાલુકાના ચાંદાવાડા ગામના પંકજભાઈ કનુભાઈ સોલંકી તથા તેમના બે દિકરા નીતેશભાઈ પંકજભાઈ સોલંકી તેમજ જયકુમાર પંકજભાઈ સોલંકી અમે ત્રણે બાપ-દિકરા ભેગા મળી ગત તા. 28-3-2023ના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે જેસાવાડા મેઈન બજારમાં રહેતા 42 વર્ષીય સંગીતાબેન સંદીપભાઈ કનુભાઈ સોનીની જેસાવાડા મેઈન બજારમાં આવેલ દુકાને ગયા હતા અને સંગીતાબેન સોની તથા તેમના પતિ સંદીપભાઈ કનુભાઈ સોનીને બેફામ ગાળો આપી તમો અમારા ગીરવે મૂકેલ દાગીના કેમ આપતાં નથી ? તેમ કહી ગડદાપાટુનો મારમારી તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ સંબંધે જેસાવાડા મેઈન બજારમાં રહેતા ઈજાગ્રસ્ત સંગીતાબેન સંદીપભાઈ કનુભાઈ સોનીએ નોંધાવેલ ફરિયાદને આધારે ચંદવાણા ગામના પંકજભાઈ કનુભાઈ સોલંકી, નીતેશભાઈ પંકજભાઈ સોની તથા જયકુમાર પંકજભાઈ સોલંકી વિરૂધ્ધ મારામારીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.