ગરબાડા,
વિશ્ર્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દાહોદ જીલ્લા દ્વારા, જીલ્લાનો બીજો ત્રિશૂળ દીક્ષા અને શૌર્યપદ યાત્રાનો કાર્યક્ર્મ ગરબાડા પ્રખંડના જેસાવાડા ગામમાં થયો હતો. જે કાર્યક્રમમાં 775 ત્રિશૂળ દીક્ષાર્થીએ હિન્દુ રાષ્ટ્ર માટેનો સંકલ્પ લીધો હતો. તેમજ આ શૌર્ય પદ યાત્રામાં 1580જિલ્લા કાર્યકર્તાઓ જોડાયા હતા તથા આશિર્વચનમાં સંત વિક્રમદાસ બાપુ અને પુ સંત દલસુખદાસ બાપુ ઉપસ્થીત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે ધર્મેન્દ્ર ભાવાણીજીનું વક્તવ્ય મળ્યું હતું અને પ્રાંત માંથી ચંદ્રકાન્ત ઉપાધ્યાય અને વિનોદભાઇ બ્રહ્મભટ્ટ તથા ડો. ગિરીશ ભાઇ નલવાયા તેમજ ઈમેશભાઇ પરીખ, શંભુ પ્રસાદ શુક્લ અને વિભાગ માંથી દિલીપભાઇ રાણા અને રામભાઇ ભરવાડ, જલ્પેશભાઇ સુથાર સાથે દાહોદ જીલ્લાસ્તરના સમગ્ર કાર્યકર્તા સાથે ગરબાડા, ધાનપુર, દાહોદ નગર સાથે બીજાં પ્રખંડ માંથી કાર્યકર્તા અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ઊપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.