દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામની માધ્યમિક શાળાથી થોડે આગળ ચોક પર પુરપાટ દોડી આવતી મોટર સાયકલ રોડની સાઈડમાં પાર્ક કરેલ સરકારી બોલેરો ગાડીને સામેથી ધડાકાભેર અથડાતાં બોલેરો ગાડીને નુકશાન થયાનું તથા મોટર સાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
ગરબાડા તાલુકાના બોરીયાળા ગામતળ ફળીયામાં રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ ડામોર પોતાના કબજાની જીજે-20 બીબી-08669 નંબરની સુઝુકી કંપનીની બર્ગમેન મોટર સાયકલ ગઈકાલે રાતે સાડા આઠ વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ ગામની માધ્યમિક શાળાથી થોડે આગળ રોડની સાઈડમાં પાર્ક કરેલી જીજે-20 જીએ-0925 નંબરની સરકારી બોલેરો ગાડી સાથે સામેથી ધડાકાભેર અથડાવી દેતાં બોલેરો ગાડીને રૂપિયા 80 હજારનું નુકશાન થવા પામ્યું હતું. જ્યારે બર્ગમેન મોટર સાયકલના ચાલક પ્રકાશભાઈ રમેશભાઈ ડામોરને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે 108 મારફતે ગરબાડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
આ સંબંધે ગરબાડા પોલીસે બર્ગમેન મોટર સાયકલ ચાલક પ્રકાશભાઈ રમેશભાઈ ડામોર વિરૂધ્ધ ઈપિકો કલમ 279, 337, 427 તથા એમ.વી.એક્ટ 177, 184 તથા પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટ 3(2) (ઈ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.