ગરબાડા,ભે ગામના સંગાડા ફળિયામાં રહેતા અજય બાલુ સંગાડા અને મીનાબેન બાલુ સંગાડાએ રાતના 12.15 વાગ્યે પોતાના ધરના છાપરે ચઢીને ગાળાગાળી કરીને પાડોશી બચુ સંગાડાને તમે કેમ મારી બૈરીને મારી નાંખી છે કહી રહ્યો હતો. બચુભાઈએ ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે ઝધડો થયો હતો. બચુભાઈએ તુ મને કેમ ગાળો બોલતો હતો તેમ પુછતા આવેશમાં આવેલા અજય અને મીનાએ મારામારી કરી હતી. અજયે બચુભાઈને પાછળથી પકડી લેતા મીનાએ મોઢે પથ્થર મારીને જડબુ ફ્રેકચર કરી નાંખ્યુ હતુ. આ બનાવ અંગે બચુભાઈની ફરિયાદીના આધારે ગરબાડા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.