ગરબાડા, ગરબાડા તાલુકાના ભે ગામના ગારી ફળિયામાં રહેતા 39 વર્ષિય વિજયભાઈ સેવાભાઈ રાઠોડ જી.આર.ડી.તરીકે ફરજ બજાવતા હતા. તેમને હાલ ત્રણ સંતાનો છે તેમજ હાલમાં તેમની પત્નિ પણ ગર્ભવતિ હોય તેઓ પોતાની નોકરી પુરી કરી ધરે આવીને બાઈક લઈને દુધ મંડળી ઉપર દુધ ભરવા જઈ રહ્યા છે. તે દરમિયાન વરસાદના કારણે વિજયભાઈ ઉપર ઈલેકટ્રીક લાઈટનો વીજપોલ પડતા તેઓેને ગંભીર ઈજા થતા ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. ધટનાની જાણ તથા ગામના સરપંચ સહિત ગ્રામજનો એકત્રિત થઈ પોલીસ તથા એમજીવીસીએલના અધિકારીઓને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે ગરબાડાના સરકારી દવાખાને મોકલી આપ્યો હતો.