ગરબાડાના ભામાતળાઈમાં બંધ પડેલ હેન્ડ પંપ ઉપર પણ શોક પીસ બનાવી દેવાયો

ગરબાડા, ગરબાડાના ફળિયાઓમાં આ સ્થિતિ છે, તો અંતરિયાળ વિસ્તારની તો વાત જ શું કરવી. અત્યાર સુધી તાલુકાની આઠ જેટલી ગ્રામ પંચાયતોમાં 200 થી વધુ શોક પીસ બની ચૂક્યા છે. જ્યારે બાકીની ગ્રામ પંચાયતોમાં હાલમાં આ કામગીરી ચાલુ છે.

સરકાર દ્વારા પાછલા આઠેક માસ અગાઉ હેન્ડપમ્પનું પાણી વેસ્ટેજ જવાના બદલે સોસ ખાડામાં એકત્રિત થય તેના માટે હેન્ડ પંપની પાસે જ શોક પીસ બનાવવા માટેની યોજના અમલમાં લાવવામાં આવી. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ગરબાડા તાલુકાની 8 ગ્રામ પંચાયતોમાં 200થી વધુ શોખ પીસ બનાવવામાં આવ્યા જે એક શોક પીસ પાછળ રૂા.12,800નો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે બાકીની ગ્રામ પંચાયતોમાં હાલમાં આ કામગીરી ચાલુ છે. વાત કરીએ ગરબાડાના ભામા તળાઈ ફળિયાની તો ત્યાં બંધ હેન્ડ પંપ પર જ શોક પીસ બનાવી દેવામાં આવ્યો છે. જેનું ઢાંકણું પણ તૂટેલું જોવા મળી રહ્યું હતું. જો ગરબાડાના ફળિયામાં આ સ્થિતિ હશે તો તાલુકાના અંતરીયાલ વિસ્તારમાં કઈ રીતની કામગીરી થતી હશે. જે બાબત તપાસનો વિષય બની છે.