ગરબાડા,
ગરબાડા તાલુકામાં આવેલી મામલતદાર ઓફિસમાં શરૂ કરવામાં આવેલી સબ રજીસ્ટ્રારની કચેરીમાં નાણાંકિય વર્ષમાં 122 જેટલા દસ્તાવેજોની નોંધણી થઈ હતી.
વર્ષ-2011માં શરૂ કરાયેલી આ સબ રજીસ્ટ્રારની કચેરીમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં દસ્તાવેજોની નોંધણી કરાઈ છે. સામાન્ય રીતે વર્ષમાં આ કચેરીમાં 50 થી 60 દસ્તાવેજોની નોંધણી કરાતી હોય છે. પરંતુ આ વર્ષમાં મોટાભાગના દસ્તાવેજો લોન અથવા મોર્ગેજના નોંધાયા હોવાનુ જાણવા મળેલ છે. મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીઓમાં અવાર નવાર નેટવર્ક અને નેટ કનેક્ટિવીટીની સમસ્યા સર્જાતી હોય છે. સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો અઠવાડિયામાં સોમવારના દિવસે નોંધાતા હોય છે. તે જ દિવસે નેટ બંધ રહેતા દસ્તાવેજ કરાવનાર વ્યકિતઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.