ગરબાડા, ગરબાડા નગરમાં અમુક સેવાભાવી લોકો અબોલ પશુઓની સેવા કરવામાં ક્યારેય ચૂક્તા નથી. ઘણીવાર કોઈ અબોલ પશુ-પક્ષી ઇજાગ્રસ્ત થાય તો તેની સેવા પણ નિયમિત કરવામાં આવે છે, પરંતુ અમુકવાર આવા અબોલ પશુ-પક્ષીની હાલત ગંભીર હોય છે. તારીખ 12ના 5-6 માસમાં એક કુતરા ઉપર કોઈ વાહન ચાલકે વાહન ચડાવી દેતા તેના પાછળના બે પગનો ભાગ કામ કરવાનું બંધ થઈ ગયું હતું. ત્યારે કરૂણા એનિમલ હેલ્પલાઇન 1962 ઉપર સંપર્ક કરતા જવાબમાં ગરબાડામાં આ સુવિધા ઉપલબ્ધ નથી. તમારા તાલુકામાં આ સેવા બોરીયાળા અને માતવા ગામમાં જ છે. જેથી અમે માફી ચાહીયે છીએ તેવા જવાબ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ ફરીથી તેઓ દ્વારા સામેથી કોન્ટેક કરી અને બીજા દિવસે સવારમાં તારીખ-13 ના તેઓની ગાડી ગરબાડા આવી હતી અને કુતરાને સારવાર આપી હતી. ઘણીવાર આવા કેસમાં તાત્કાલિક સારવાર ન મળે તો કોઈ અબોલ પશુનો જીવ પણ જઈ શકે છે. માટે તાલુકા મથકમાં આ હેલ્પલાઇનની સુવિધા ઉભી થાય તે જરૂરી છે. જેથી કરી તાલુકા મથક ઉપરથી તાલુકાના કોઈપણ ગામડામાં સંપર્ક થઈ શકે ફોટોમાં એક સેવાભાવી વ્યક્તિ દ્વારા નિયમિત ગાયને વાટો આપવામાં આવે તેમજ કરૂણા હેલ્પલાઇનના તબીબ દ્વારા કૂતરાને સારવાર આપવામાં આવી હતી.