દાહોદ જીલ્લાના ગરબાડા ગામે આવેલ ઘી ગરબાડા ખરીદ વેચાણ સંઘની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કરી તેલના ડબ્બા તેમજ તેલના પાઉચો કુલ કિંમત રૂપિયા 22200ના તેલના જથ્થાની ચોરી કરી નાખી જાણવા મળે છે.
તારીખ-2 ઓગસ્ટના રોજ રાત્રિના કોઈપણ સમયે અજાણ્યા ચોર તસ્કરોએ ગરબાડા નગરમાં આવેલ ધી ગરબાડા ખરીદ વેચાણ સંઘની દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનનું તાળું તોડી અંદરથી 15 કિલોના 12 નંગ સિંગતેલના ડબ્બા તેમજ એક કિલોગ્રામના 42 નંગ પાઉચ જેની કુલ કિંમત મળી 22,200/- ના તેલના જથ્થાની તસ્કરો ચોરી કરી લઈ નાસી ગયા હતા.
આ સંબંધે રવિન્દ્રગીરી પરસોત્તમગીરી ગોસ્વામી એ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.