ગરબાડા,
ગરબાડામાં નલ સે જલ યોજનાની અધુરી કામગીરી વહેલી તકે પુર્ણ કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા યુનિટ મેનેજર વાસ્મોએ બે વાર લેખિત રજુઆત કરવામાં આવી છતાં કોઈ કામગીરી નહિ થતાં પરિણામ શુન્ય રહ્યુ છે.
ગરબાડામાં 6 માસ અગાઉ નલ સે જલ યોજનાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જે કામગીરી દરમિયાન ગામના જુદા જુદા વિસ્તારોમાં યોજનાને લઈ ધણા ઠેકાણે નુકસાન થયુ હતુ જેમ કે, વોર્ડ નં-12માં અધુરી કામગીરી તો મઢી ફળિયા વિસ્તારથી સ્ટેશન રોડ તથા ઝાડ ચોક સુધી જુના તમામ કનેકશન તોડી નાંખેલી જયાં હાલમાં પણ નવીન કામગીરી ન કરાતા નળ લાઈન બંધ છે. જેના કારણે એજન્સીના કામો પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે એજન્સી દ્વારા કામ બરાબર કરવામાં આવતુ નથી અને બંધ કરેલ કામ સત્વરે ચાલુ કરવામાં આવે તેવુ પણ રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સત્વરે આ નવીન નળલાઈનને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવે તો ગરબાડા નગરમાં લોકોની પાણીની સમસ્યાનો સુ:ખદ અંત આવે તેમ છે.