![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/07/IMG-20230704-WA0460.jpg)
ગરબાડા, મેઘાને મનાવવા માટે ગરબાડામાં તારીખ-4ના પારંપારિક ગુંદરું નિયત સ્થળ ઉપર બેસાડવામાં આવ્યું હતુ.ં ગુંદરાના આગલા દિવસે બડવો પુજારો અને ગામના પટેલ તથા આગેવાનો એકત્રિત થયા હતા અને આખી રાત ભગવાન ઈન્દ્રદેવ ગોરીયાદેવ અને ઓવન માતાના ગીત ગાવામાં આવ્યા હતા.
બીજે દિવસે બડવાને પવન આવતા ગામના પટેલ દ્વારા વરસાદ બાબતે પૂછતા પાચમ-છઠ્ઠ થી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમજ આ વર્ષે સારો વરસાદ રહેશે, તેવી આગાહી કરવામાં આવી હતી.