ગરબાડામાં રહેણાંક મકાનમાં અજાણ્યા ધાડપાડુઓએ પરિવારજનોને બંધક બનાવી લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ચકચાર.

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં એક રહેણાંક મકાનમાં અજાણ્યા ધાડપાડુઓએ મકાનની પાછળના ભાગે દિવાલમાં બાકોરૂ પાડી મકાનમાં પ્રવેશ કરી પરિવારજનોને બંધક બનાવી પરિવારજનોને માર મારી મારી નાંખવાની ધમકીઓ આપી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી લાખ્ખોની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે વહેલી સવારે સ્થળ પર દોડી ગયેલ પોલીસે ધાડપાડુઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.

ગતરોજ મહા શિવરાત્રીના દિવસે ભરચક એવા ગરબાડાના મંડી ફળિયામાં રહેતાં નિલેશભાઈ પંચાલ તથા તેમના પરિવારજનો રાત્રીના સમયે જમી પરિવારી પોતાના ઘરમાં મીઠી નિંદર માણી રહ્યાં હતાં ત્યારે વહેલી સવારના ચારેક વાગ્યાના આસપાસ હાથમાં મારક હથિયારો ધારણ કરી નિલેશભાઈના મકાન તરફ આવ્યાં હતાં અને નિલેશભાઈના મકાનના પાછળના ભાગે આવી મકાનની પાછળની દિવાલમાં બાકોરૂ પાડી ધાડપાડુઓએ મકાનમાં પ્રવેશ કર્યાે હતો. મકાનમાં પ્રવેશ કરતાં નિલેશભાઈ તથા તેમના પરિવારજનો જાગી ગયાં હતાં ત્યારે ધાડપાડુઓએ નિલેશભાઈ તથા તેમની પત્નિને માર માર્યાે હતો અને ધાકધમકીઓ આપી મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી સોના-ચાંદીના દાગી તેમજ રોકડા રૂપીયા મળી લાખ્ખોની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી ધાડપાડુઓ નાસી ગયાં હતાં ત્યારે વહેલી સવારના સમયે આ ઘટનાની જાણ સ્થાનીકોમાં થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ પણ જાેવા મળ્યો હતો ત્યારે સમગ્ર ઘટનામાં લુંટનો ભોગ બનેલ પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા ધાડપાડુઓને ઝડપી પાડવા માટે માંગ ઉઠવા પામી છે ત્યારે સમાચાર લખાય છે ત્યા સુધી પોલીસમાં દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.