ગરબાડામાં લોકસભા ચુંટણી પહેલા ઈ.વી.એમ.નિર્દેશન કાર્યક્રમ યોજાયો

ગરબાડા, આવનારા થોડા મહિનાઓ બાદ લોકસભા-2024 ચુંટણી યોજાનાર છે. ત્યારે ચુંટણી વિભાગ દ્વારા દરેક બુથ સુધી વ્યવસ્થિત માહિતી પહોંચે તે માટે ઈવીએમ નિદર્શન કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં એક વાહનમાં ઈવીએમ, વીવીપેટ સાથે ઝોનલ અધિકારી, માસ્ટર ટ્રેનર અને પોલીસ સ્ટાફ સાથે દરેક ગામના બુથ પર જઈને મતદાર યાદી સાથે ત્યાં રહેતા લોકોને માહિતી આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગરબાડા તાલુકામાં ગરબાડા નગરના તમામ વિસ્તારોમાં નિદર્શનવાન દ્વારા ગ્રામજનોને ચુંટણીલક્ષી માહિતી આપવામાં આવી હતી. ઈવીએમ નિદર્શન કાર્યક્રમ ગરબાડા તાલુકાના ગામોમાં યોજાશે.