ગરબાડા, ગરબાડામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફ્રુડ સેફટી ઈન્સ્પેકટર પી.એચ.સોલંકી દ્વારા નાસ્તા, ફરસાણ, ખાણી-પીણીની હોટલો, કરિયાણાની દુકાન પર ચેકિંગ હાથ ધરાયુ હતુ. ખાઘ વસ્તુઓના નમુના લેવાયા હતા. જેમાં સોનલ નાસ્તા હાઉસમાંથી રતલામી સેવના નમુના, આઈશ્રી ખોડિયાર નાસ્તા હાઉસમાંથી સકરપારા તેમજ મખોડિયા અલ્પેશભાઈને ત્યાંથી વેસનની ચટણી, ઈબ્રાહિમ કાપડીયાના ત્યાંથીધાણા તેમજ કપાસના તેલના નમુના અને ગરબાડા 4 સરકારી અનાજ વિતરણ કેન્દ્ર પરથી મીઠું, ચણા અને તુવેરદાર તેમજ અસગરઅલી છલાવાલાના ત્યાંથી મરચાનો પાઉડરના નમુના લેવામાં આવ્યા હતા. સાથે સાથે ગરબાડામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સર્વેલન્સ સેમ્પલ સાથે દુકાનદારોના લાયસન્સ પણ ચેક કરવામાં આવ્યા હતા.