ગરબાડા,
ગરબાડા ગામમાં આવેલી 35 વર્ષ જુની ટાંકી અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાથી અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. પાણીના ટાંકા પાસે જ રહેણાંક વિસ્તાર હોઈ મોટી હોનારત થવાની શકયતાઓ રહી છે. ગ્રામ પંચાયત દ્વારા પાણીના ટાંકાને લઈને ધટતી કાર્યવાહી કરવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડને લેખિત રજુઆત કરવામાં આવી હતી.
ગરબાડા નગરમાં લોકોને પાણીની સુવિધા મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા 35 વર્ષ પહેલા પાણીની મોટી ટાંકી બનાવી હતી તે થોડી આગળ પાણીની ટાંકી નજીક જ રહેણાંક વિસ્તાર આવેલો છે તો બીજી તરફ ટાંકામાં 1.40,000લીટર પાણી રહેવાની ક્ષમતા છે. હાલમાં આ ટાંકી જર્જરિત થઈ ગઈ હોઈ ગમે ત્યારે ટાંકાને લઈને કોઈ મોટી હોનારત થવાની શકયતાઓ જોવા મળતા ગ્રામ પંચાયત દ્વારા ટાંકાને લઈને ધટતી કાર્યવાહી કરવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડને લેખિત રજુઆત કરવામાં આવી છે. જેથી વહેલી તકે ટાંકીનુ મેન્ટેનન્સ થાય અથવા તો તેના સ્થાને નવીન ટાંકો બનાવાય તે બાબત જરૂરી બની છે. આ બાબતે નળ આપવાની કામગીરી કરતા કર્મચારી સાથે વાત કરતા તેને જણાવ્યુ હતુ કે ટાંકો બન્યા બાદ આજદિન સુધી તેની સફાઈ કરવામાં આવી નથી તેમજ હાલમાં ટાંકાના પોપડા પણ કરી રહ્યા છે.