ગરબાડા, ગરબાડા ખાતેના રામનાથ મહાદેવ મંદિર પાસે આવેલો કચરા ડેપો અન્ય સ્થળ પર ખસેડવા માટે ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા કલેકટર સુધી ગ્રામજનો દ્વારા ઉગ્ર રજુઆતો કરવા છતાં પરિણામ શુન્ય આવ્યુ છે.
હાલમાં કચરાના ડેપોમાં ડમ્પ કરાયેલા કચરાને સળગાવી તેનો નિકાલ કરાતો હોવાથી તેમાંથી ઉઠતા ધુમાડાના કારણે મંદિર પરીસર પાસે ઉભા રહેવુ પણ મુશ્કેલ બની જાય છે. આવનાર સમયમાં આ સમસ્યા વધુ વિકરાળ બને તે પહેલા આ કચરા ડેપો અન્ય સ્થળ પર ખસેડવા માંગ કરાઈ છે. તેમજ કચરાને બાળીને તેનો નિકાલ કરવાના બદલે તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તરફ પગલા ભરવા પણ રજુઆતો કરાઈ છે. ગ્રામજનો દ્વારા આ મામલે વહેલી તકે કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો બંધ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.