ગરબાડા,તાલુકા કન્યા પ્રાથમિક શાળા ગરબાડામાં સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023 ઉજવણીના ભાગરૂપે લાંચ રૂશ્ર્વત અટકાયક થીમને ધ્યાનમાં રાખીને ચિત્ર સ્પર્ધાનું આયોજન ગાંગરડી સ્થિત ભારત ગેસ એજન્સીના સંચાલક શીતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓને ભાગ લીધો હતો. શીતલબેન દ્વારા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીનીઓને વિશેષરૂપે ઇનામો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. જે બદલ શાળાના આચાયાઁ શૈલાદેવી તથા સ્ટાફ પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.