તા.15 જુલાઇ થી 28 જુલાઇ હિપેટાઇટિસ દિવસની ઊજવણી કરવાની હોય છે. જે અંતર્ગત આજ રોજ તા.21-07-2024 મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય તિલાવત, જીલ્લાક્ષય અને એચ.આઇ.વી અઘિકારી ડો. આર. ડી. પહાડીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ.આર.ડાભીના માર્ગદર્શન હેઠળ ગરબાડા હાટ બજાર ખાતે ચાંદીપુરમ, ટીબી, એઈડસ,હીપેટાઈટીસ બી જેવા રોગો વિશે IEC (પ્રચાર પ્રસાર)કરવામા આવી અને લોકોને પત્રિકા,પોસ્ટરના માધ્યમ થી સમજ આપવામા આવી. જેમાં ગરબાડા સરપંચ અશોકભાઇ રાઠોડ, મિનાકયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. નયન પરમાર, ICTC કાઉન્સેલર અમલીયારભાઈ, તાલુકા ટીબી સુપર વાઇઝર ભાવેશભાઈ, ગરબાડા 1/6 ના MPHW તેજસભાઈ તેમજ રવીરાજભાઈ હાજર રહ્યા હતા..