દાહોદ,
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે સમાધાનના પૈસાની લેવડ દેવડ મામલે અગીયાર જેટલા ઈસમોએ મારક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી બનાવી ગામમાં રહેતાં એક મહિલાના ઘરે આવી હિંસક હુમલો કરી મહિલા સહિત ચાર વ્યક્તિઓને હથિયારો વડે માર મારી રૂપીયા પાંચ હજારની લુંટ ચલાવી ભારે ધિંગાણું મચાવ્યાંનું જાણવા મળે છે.
ગત તા.28મી જાન્યુઆરીના રોજ ગરબાડા નગરમાં રહેતાં રમેશભાઈ બાબુભાઈ ભાભોર, રાકેશભાઈ મથુરભાઈ ખપેડ, વાલાભાઈ ખપેડ, મથુરભાઈ શકરાભાઈ, શકરાભાઈ દિતાભાઈ ભાભોર, કમલેશભાઈ મથુરભાઈ ખપેડ, રતનસિંહ સેવાભાઈ ભાભોર, માનસીંગભાઈ શકરાભાઈ ખપેડ, ભગતભાઈ કુબજીભાઈ ખપેડ, કાળુભાઈ સેવાભાઈ નળવાયા, બાબુભાઈ દિતાભાઈ તથા અન્ય ઈસમોએ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી ગામમાં રહેતાં આશાબેન જયેશકુમાર રાઠોડના ઘરે પીકઅપ ગાડી તેમજ મોટરસાઈકલ પર સવાર થઈ ગેરકાયદેસર મંડળી બનાવી આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, વલુ અમારી બૈરીને લઈ આવી સમાધાનના 10,00,000 વારંવાર કહેવા છતાંય પણ આપતો નથી અને કહેડાવવા છતાંય આફવા આવતો નથી તેના ઘરમાં જે કંઈ હોય તે બધુ લઈ લો, તેવી બુમાબુમ કરી વલુભાઈની માતા ધુળીબેન હિરાભાઈ રાઠોડના ઘર ઉપર પથ્થર મારો કરી ઘરની છતર ઉપર ચઢી લાકડીઓથી નળીયા તેમજ છતની તોડફોડ કરી, ઈલેક્ટ્રીટ મીટરની તોડફોડ કરી, ઘરમાં પ્રવેશ કરી ઘરમાં પ્લાસ્ટીકની થેલીમાં મુકી રાખેલ વૃધ્ધ પેન્શનના રોકડા રૂપીયા પાંચ હજારની લુંટ કરી ચાર વર્ષીય નિધિબેનને, નાથાભાઈ માનાભાઈ રાઠોડ, નાથાભાઈ વિગેરેને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ચાર વર્ષીય નિધિબેનને આંગળીના ભાગે તેમજ અન્યોને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આફી તેમજ ઘરો સળગાવી દેવાની ધમકીઓ આપી ધુળીબેનના ઘરને આશરે 8,000નું નુકસાન પહોંચાડી મચાવતાં આ સંબંધે આશાબેન જયેશભાઈ રાઠોડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.