ગરબાડા-દાહોદ નેશનલ હાઈવે પર મોટી ખરજ નજીક ફોરવીલર અને બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત

  • રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત ઠેર ઠેર જનજાગૃતિના કાર્યક્રમો વચ્ચે માર્ગ અકસ્માતોની વણથંવી વણઝાર યથાવત.
  • દાહોદ અલીરાજપુર હાઇવે પર અવારનવાર બનતા માર્ગ અકસ્માતોના પગલે વાહન ચાલકો માટે આ હાઈવે જોખમી બન્યો.
  • સ્થાનિક પોલીસ દ્વારા આ હાઇવે પર બેરી કટીંગ કરી જનજાગૃતિના કાર્યક્રમો યોજે તો માર્ગ અકસ્માતના બનાવવામાં અંશત ઘટાડો જોવા મળે તેવા અણસાર.

દાહોદ,

રાજ્ય સરકાર દ્વારા એક તરફ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે-સાથે ટ્રાફિકના નિયમો અંગે સ્થાનિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા ઠેર-ઠેર જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જોકે દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંબી વણઝાર અટકવાનું નામ લેતી નથી. ગરબાડા અલીરાજપુર હાઇવે પર અવારનવાર બનતા અકસ્માતો ને બનાવોને લઈને આ હાઇવે માર્ગ અકસ્માતના બનાવોનું એપી સેન્ટર બની ગયું છે. વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપના કારણે આ હાઇવે પર દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોએ માઝા મૂકી છે ત્યારે આજે પુન:ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર મોટી ખરજ ગામે ફોરવીલર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોરવીલરની ટક્કરે બાઈક પર સવાર બે લોકો ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં એક ઈસમને પગના ભાગે ફેક્ચર તથા તેઓને તાત્કાલિક 108 ની મદદથી દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે એકનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા અલીરાજપુર હાઇવે પર માર્ગ અકસ્માતોને રોકવા માટે સ્થાનિક પોલીસ દ્વારા બેરીકેટિંગ કરી અત્રેથી પસાર થતા વાહન ચાલકોને અવરનેસના કાર્યક્રમો કરવામાં આવે તેવી લાગણી તેમજ માંગણી પંથકવાસીઓમાં ઉઠવા પામી છે.