
- આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધનાં ધોરણે કાચા મકાનોમાં ડસ્ટિંગ શરૂ: ઘરે ઘરે બાળકોની આરોગ્ય તપાસ શરૂ કરાય અત્યાર સુધી કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી
હાલમાં ગુજરાત રાજ્યમાં ચાલી રહેલ ચંદીપુરા વાયરસને લઈને દહેસતનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લા તેમજ તાલુકાના આરોગ્ય કેન્દ્રોને જરૂરી સૂચનાઓ અને ગાઇડલાઈન આપવામાં આવી છેફ જેના ભાગરૂપે ગરબાડા આરોગ્ય વિભાગ સંપૂર્ણ ત્યારીઓ સાથે સુસજ્જ છે. ત્યારે વાત કરીએ ત્યારે ગરબાડા તાલુકો ચાંદીપુરાસામે લડવા માટે તૈયાર છે. જેમાં ચાંદીપુરા રોગને રોકવા માટે ગરબાડા આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા તલુકાના તમામ ગામોમાં ડસ્ટીંગ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આરોગ્ય વિભાગ ગરબાડાના તમામ કર્મચારીઓ ગામે ગામ, ફળીયે ફળીયે, ઘરે ઘરે જઈને લોકોને ચાંદીપુરા તેમજ તેને રોકવા વિશે સમજ આપવામા આવી રહી છે.
તાલુકા આરોગ્ય અધિકારી ડો. અશોક ડાભી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગરબાડા તાલુકામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસનો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી અને સરકારશ્રી અને આરોગ્ય વિભાગ તરફ થી ચાંદીપુરા વાયરસને લઈને જે પણ ગાઈડલાઈન આપવામાં આવી છે, તે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય તેમજ અર્બન વિસ્તારોના કાચા તેમજ તિરાડોવાળા મકાનોમાં ડસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે ગરબાડા તાલુકાના તમામ સ્કૂલો, આંગણાડીઓ, સરકારી દવાખાનાઓમાં પણ ડસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના MPHW અને FHW અને આશા વર્કર દ્વારા સતત સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ગરબાડા તાલુકામાં ચાંદીપુરાનો કોઈ કેસ નોંધાયેલ નથી. ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. અશોક ડાભીએ જણાવ્યું હતું કે, ગરબાડા તાલુકામાં આંગણવાડીઓ, સ્કૂલો અને કાચા મકાનો પર ડસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. તમામ PHC કેન્દ્રો પર ઓક્સિજન, પૂરતો મેડિકલ સ્ટાફ રાખવામાં આવેલ છે.જો કોઈ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ જણાઈ આવે તો તેને ગરબાડા CHC પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે .જ્યાં દર્દીના તમામ મેડિકલ રિપોર્ટ અને સારવાર કરવામાં આવે છે.