ગરબાડા,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં હવે ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરવાની તૈયારીમાં જોતરાયા છે. ત્યારે બીજા ચરણમાં આવતા ગરબાડા વિધાનસભામાં પણ 133 મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષભાઈ કનુભાઈ ભાભોર દ્વારા બળદ ગાડામાં આદિવાસી પહેરવેશ તેમજ પાઘડી પેહરી હાથમાં તિરંગો લઈ આકર્ષક લૂકમાં ભારે જનમેદની સાથે વાજતે ગાજતે ગરબાડા નગરમાં રેલી કાઢી ગરબાડા મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટી ભારે બહુમતીથી ગરબાડા મત વિસ્તારમાં વિજયી બનશે તેમ જણાવ્યું હતું. તે પછી બહુજન સમાજ પાર્ટીના ધૂળાભાઈ દીતાભાઇ ભાભોર દ્વારા પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. આમ ગરબાડામાં મંગળવારે બે ઉમેદવારી પત્ર ભરાયા હતાં.