
ગરબાડા,
133 ગરબાડા વિધાનસભાનુ મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. ગરબાડા વિધાનસભાના 296 બુથો પર 2328 પોલીગ સ્ટાફ અને 468 બી.એસ.એફ , પોલીસ, હોમ ગાર્ડ ના જવાનો મતદાન મથકો પર સુરક્ષા માટે ગોઠવણી કરી દેવામાં આવી છે. મહીલા મતદારોને આકર્ષવા માટે 7 જેટલા સખી બુથ બનાવાયા છે. જે તમામ બહેનોને પિંક કલરનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. જેમને વહીવટી તંત્ર દ્વારા વાજતે ગાજતે રવાના કરવામાં આવ્યા હતા. જ્યારે સાહડા ગામે 1 દિવ્યાંગ બુથની રચના કરવામાં આવી છે. તેમજ લીલી આંબામાં એક બુથ ઇકો ફ્રેન્ડલી પણ બનાવવામાં આવ્યું છે.