જેસાવાડા થી વડવાને જોડતા એકમાત્ર રસ્તામાં આવતું કાલીયાકોતર નાળાનું પહેલા વરસાદમાં જ ધોવાણ

  • સરપંચ દ્વારા આર એન બી વિભાગને જાણ કરાતા તાત્કાલિક અસરથી રસ્તો ચાલુ કરવામાં આવ્યો.
  • કોન્ટ્રાક્ટર દ્વારા છોડેલ અધૂરા બ્રિજની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ.
  • ગરબાડા તાલુકાના જેસાવાડા થી વડવા ગામ ને જોડતા એકમાત્ર રસ્તા મા આવેલ કાળિયાકોતર ના નાળાનું વરસાદ પડવાથી ધોવાણ થતા વડવા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.

દાહોદ,
અંદાજે 7000 વસ્તી ધરાવતા આ ગામને જોડતા મુખ્ય રસ્તામાં આવેલ કાળિયા કોતરનો નાળાનું પહેલા વરસાદમાં જ ધોવાણ થતા ગામ લોકોને આવાજ આવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે નાળાનું ધોવાણ થતા વડવા ગામના સરપંચના પતિ પ્રતાપભાઈ દ્વારા આર એન્ડ બી વિભાગને જાણ કરવામાં આવતા આર એન્ડ બી દ્વારા કોતરમાં નાળું નાખી અને ઉપર મેટલ નાખી રસ્તાનો સમારકામ કરવામાં આવ્યું હતું અને પુન: વાહન વ્યવહાર ચાલુ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, અગાઉ આ કોતરના નાળાનું ધોવાણ થતાં અનેકવાર ગામ લોકોને અટવાવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા આ કોતર પર નવીન બ્રિજ બનાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ઈજારેદાર અધૂરૂં કામગીરી કરીને છોડી દેતા વડવા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે આ બ્રિજ પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.