
ગરબાડા,ગરબાડા નગરમાં આઝાદ ચોક ખાતે આવેલ વડવેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પંચાયતની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં સવારે 10:00 કલાકે શૈલેષભાઈ મખોડીયાના નિવાસ્થાનેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. તેમજ ભક્તોએ યજ્ઞ કરી ભગવાનની સ્થાપના કરી હતી. સાંજે ચાર કલાકે પુર્ણાહુતિ રાખવામાં આવી અને સૌ ભક્તોને પ્રસાદી આપી કાર્યક્રમ સંપન્ન કરાયો હતો.