ગરબાડાના વડવા ગામે પ્રા.શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

ગરબાડા,

તા.03/03/2023 ના રોજ ગરબાડા તાલુકાના વડવા ગામે ગામતળ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં વડવા ગામના સરપંચ મતિ શીબાબેન, ફૂલોર્ટન ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર અશોકભાઈ બારોટ, હેલ્પએજ ઇન્ડિયાના ગોધરા એમ.એચ.યુ.ના સોશ્યલ પ્રોટેક્શન ઓફિસર અશોકભાઈ મેકવાન અને તેમની ટીમ, એલ્ડર લાઈન-14567 ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર ભુપેન્દ્રસિંહ મકવાણા, સામાજિક કાર્યકર પ્રતાપભાઈ બિલવાળ, વડવા સબ સેન્ટરના આરોગ્ય કર્મચારી, વડવા ગામની આંગણવાડી કાર્યકર બહેનો, ગામતળ પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો તેમજ ગામના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા દિવસનું મહત્વ, આરોગ્ય વિશે ચર્ચા, એલ્ડર લાઈન વિશે માર્ગદર્શન સાથે આરોગ્ય તપાસ કરી મફતમાં દવા-સારવાર કરવામાં આવેલ હતી.