ગરમીને લઈ પંચમહાલ જીલ્લામાં લોકો પરેશાન છે ત્યારે ગોધરા આર.ટી.ઓ.કચેરીમાં પરીક્ષા આપવા આવેલ લોકો પંખા અને પાણીની વ્યવસ્થા ન હોવાથી હેરાન થયા

ગોધરા, પંચમહાલ જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.સાથે સાથે ઘણા લોકો ઠંડા પીણા નો સહારો લઈને ગરમીથી રાહત મેળવી રહ્યા છે. તો ઘણા લોકો એસી અથવા કુલર નો સહારો લઈ ગરમીથી બચી રહ્યા છે. તો બીજી બાજુ જીલ્લા પ્રશાસન દ્વારા કામ સિવાય બહારના નીકળવા માટે પણ આદેશો કરવામાં આવ્યા છે.ઓફિસની અંદર પંખાની સુવિધા છે. જ્યારે પરીક્ષાઓ આપવા આવેલા વિદ્યાર્થીઓ માટે લોબીમાં પંખા ની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા નથી. ત્યારે આવી કાળઝાળ ગરમી વચ્ચે અને 45 ડિગ્રી તાપમાન વચ્ચે ગોધરા શહેરના આરટીઓ વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઇન પ્રક્રિયા બાદ પરીક્ષા માટે જે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. તે આર.ટી.આઈ.વિભાગની અંદર પરીક્ષાર્થીઓ માટે અપૂરતી સુવિધાના કારણે કાળજાળ ગરમીમાં ખુલ્લામાં બેસવાનો વારો આવ્યો છે અને ખુલ્લી લોબીમાં ના તો પંખાની વ્યવસ્થા છે, ના તો પાણીની વ્યવસ્થા છે. જેના કારણે પરીક્ષાર્થીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.

ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આવી કાળઝાળ ગરમીમાં ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા આપવા માટે આવેલા પરીક્ષાર્થી માટે પંખાની અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે ઇચ્છનીય બની રહ્યું છે.

કારણકે સમગ્ર જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી 42થી45 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આરટીઓના ડ્રાઇવિંગ લાઇસન્સ માટે પરીક્ષા આપવા માટે આવેલા પરીક્ષાર્થીઓને ધ્યાનમાં લઈને પંખા અને પાણીની સુવિધા ઉભી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.