ઝાલોદ, ઝાલોદ નગરના રણીયાર મુકામે રહેતા નરસીંગ હરજી ભાભોર 14-04-2024 ના રોજ આસરે સાંજે પાંચ વાગ્યા પછી તેમની દીકરી સરોજને તેમના સાસરીમાં નવી એક્ટિવા લાવેલ તેની મીઠાઈ આપવા ગરાડુ મુકામે બે મોટર સાયકલ એક નવી એક્ટિવા અને બીજી હોન્ડા કંપનીની ડીઓ જેનો નંબર GJ-29-BE-8749 લઈને ગયેલ હતા. મીઠાઈ આપીને પરત આવતા નરસીંગભાઇ પોતાની નવી એક્ટિવા ચલાવતા હતા અને તેમની દીકરી કાજલ હોન્ડા કંપનીની ડીઓ ગાડી ચલાવતી હતી. રાત્રિના અંદાજીત આઠ વાગે ઝાલોદ તરફ આવતા એક ગાડી પૂરપાટ દોડી પાછળથી આવી તેમની દીકરી કાજલની ગાડીને પાછળ થી ટક્કર મારી હતી ટક્કર મારતાં કાજલબેન રોડ પર ફંગોળાઇ ગયેલ હતી. નરસિંગભાઈએ જે ગાડી એ ટક્કર મારી હતી તે ગાડીને ઓળખી ગયેલ હતા. આ સફેદ કલરની મોટર સાયકલ જેનો નંબર GJ-02-CL-7844 તેમના સંબંધી અનિલભાઇ ભાથુભાઇ સેલોતની હતી તેવું જણાવેલ હતું. ઘાયલ પાયલબેન ને સારવાર માટે ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા. પાયલબેનની તબિયત સારી ન રહેતા તેઓને વધુ સારવાર માટે દાહોદ સૈફી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા. જાણવા મળેલ માહિતી મુજબ હાલ પાયલબેનનુ સારવાર દરમ્યાન મોત થઈ ગયેલ છે જેથી તે અંતર્ગત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.