સુરત, સુરતમાં આંબાવાડી કાલીપુર ખાતે ઘરના ઓટલા પર ગૌ માંસ વેચનાર યુનુસ શેખ ઝડપાયો હતો બાર વર્ષ અગાઉ બનેલી આ ઘટનામાં ગૌ માંસ વેચનાર આરોપી યુનુસ શેખને ત્રણ વર્ષની સજા ફટકારી હતી જેમાં કોર્ટે કહ્યું હતું કે ગાય આસ્થાનું પ્રતીક છે.
સુરત શહેરમાં આજથી બાર વર્ષ પહેલાં પોલીસને બાંધવી મળી હતી કે યુનુસ શેખ નામનો વ્યક્તિ આંબાવાડી કાલીપુર ખાતે માંસ વહેંચે છે, પરંતુ આ માસ ગૌમાંસ હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે આંબાવાડી કાલીપુર ખાતે જઈ યુનુસ શેખ ની પૂછપરછ કરી હતી અને તે જે માસ વેચી રહ્યો હતો તેની ખરાઈ કરવામાં આવી હતી. જે માસ ગૌમાસ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી અને બાર વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં આ સુરત કોર્ટે ચુકાદો આપ્યો હતો . જેમાં કોર્ટે આરોપી યુનુસ શેખને તક્સીરવાર ઠેરવ્યો હતો.. અને ત્રણ વર્ષની સજા ફટકારી હતી સાથે સાથે કોર્ટે કહ્યું હતું કે ગાય છે તે આસ્થાનું પ્રતીક છે અત્યારે ગૌરક્ષાની વાતો ખૂબ થાય છે. પરંતુ તેમનો વાસ્તવિક અમલ થતો નથી સાથે કોર્ટે નોંયું હતું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય, વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી પરંતુ તેમની આસ્થા નું પ્રતીક છે. આમ સુરત કોર્ટે ૧૨ વર્ષ પહેલા ગૌ માસ વેચવાના ગુનામાં ઝડપાયેલા આરોપી યુનુસ શેખને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.